(This is taken from a nice blog, first Gujarati blog on Islam. Very good collection about Islam in Gujarati. Do visit at http://www.suvaas.blogspot.com/
સુવાસ
ગુજરાતીમાં પહેલું ઇસ્લામી ઇ મેગેઝિન
પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦ બાબતો
અઝદ કબીલાનું એક પ્રતિનિધિ મંડળ પયગંબર હઝરત મુહંમદ સાહેબની સેવામાં પધાર્યું.જેમાં કુલ સાત માણસો હતા. એમનો પહેરવેશ અને ચાલ ઢાલ પયગંબર સાહેબને યોગ્ય જણાંયાં .પયગંબર સાહબ - તમે કોણ છો ?કબીલા વાળાઓ - અમે મોમિન છીએ.પયગંબર સાહેબ - તમારા મોમિન હોવાનો મતલબ શું છે ?કબીલા વાળાઓ – અમે પંદર વાતોને અનુસરીએ છીએ, એમાંથી પાંચ વાતોની ( દિલથી માનવા) માન્યતા રાખવાનો અને બીજા પાંચ કામો કરવાનો આદેશ અમને તમારા જ માણસોએ આપ્યો છે. અન્ય પાંચ વાતો અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ.દિલથી માનવા અને માન્યતા રાખવાની પાંચ વાતો આ છે,૧ , અલ્લાહ ઉપર , ર, ફરિશ્તાઓ ઉપર , ૩ , અલ્લાહની કિતાબો ઉપર , ૪, અલ્લાહના રસૂલો ઉપર , ૫, અને મર્યા પછી આખિરત (પરલોકમાં ) ફરી જીવંત થવા ઉપર ઈમાન રાખવું, ( એટલે આ બધાના હોવા કે થવા ઉપર શ્રધ્ધા રાખવી.)જે પાંચ કામો કરવાનો અમને આદેશ છે તે આ છે, ૧, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું, ( એટલે કે ફક્ત એક અલ્લાહ હોવાનો એકરાર કરવો). ર, પાંચ સમયની નમાઝ પઢવી. ૩, ઝકાત આપવી, ૪, રમઝાન માસના રોઝા ( ઉપવાસ) રાખવા, ૫, શકિત શાળી સમૃદ્ધ માણસે હજજ કરવી.બાકીની પાંચ વાતો જેને અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ તે આ છે ,૧ , રાહતમાં શુક્ર કરવો , ર, મુસીબત ટાણે સબ્ર કરવો. ૩, અલ્લાહના ફેસલા પર ખુશ રહેવું ૪ , કસોટી વેળા સત્યને વળગી રહેવું, ૫ , શત્રુને હસવાની તક ન આપવી.પયગંબર સાહેબે તેમની આ વાતો સાંભળી ફરમાવ્યું કે જેણે તમને આ વાતો શીખવાડી તે વિદ્વાન અને જ્ઞાની હતા. હવે બીજી પાંચ વાતો વધુ યાદ કરી પૂરી વીસ કરી લો.૧ , જે વસ્તુ ખાવાની ન હોય એને ભેગી ન કરો.ર ૪ જે મકાનમાં રહેવાનું ન હોય એને બનાવશો નહી.૩ , જે વાતો કાલે છૂટી જવાની છે, એમાં હરિફાઇ ન કરો.૪ , અલ્લાહથી ડરો , એની પાસે પાછા જવાનું છે.૫ , આખિરતમાં કામ આવે એવી વસ્તુઓનો શોખ રાખો ,ત્યાં હંમેશા રહેવાનું છે.
Monday, May 26, 2008
Subscribe to:
Posts (Atom)